મુહક્કક મસાલા

ગરમ મશરૂબ (પીણું) ને ફૂંક મારીને ઠંડુ કરવું?

શરીઅતમાં ગરમ ખાવું-પીવું પસંદીદા નથી, અને તે તિબ્બી (તબીબી) દ્રષ્ટિએ પણ સખત નુકસાનકારક છે, તેથી ગરમ વસ્તુને થોડી ઠંડી થયા પછી જ ઉપયોગમાં લેવી જોઈએ. અને જો તેને ઠંડી કરવા માટે મોંથી ફૂંક મારશો તો થૂંક વગેરે ભળી જઈને એક અણગમતી સ્થિતિ બની જશે, તેથી આનહઝરત સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ખાવા-પીવાની વસ્તુઓને ફૂંક મારીને ઠંડી કરવાની મનાઈ ફરમાવી છે. (કિતાબુન નવાઝિલ / ભાગ: 16 / પેજ: 129)

નોકરી અને બિઝનેસ વચ્ચેનો તફાવત: મેનેજર અને સમોસાવાળાની એક બોધદાયક વાર્તા
લેખો

નોકરી અને બિઝનેસ વચ્ચેનો તફાવત: મેનેજર અને સમોસાવાળાની એક બોધદાયક વાર્તા

એક મોટી કંપનીના ગેટ સામે એક પ્રખ્યાત સમોસાની દુકાન હતી. લંચ ટાઇમમાં અવારનવાર કંપનીના કર્મચારીઓ ત્યાં આવીને સમોસા ખાતા હતા. એક દિવસ કંપનીના એક મેનેજર, સમોસા ખાતા ખાતા સમોસાવાળા સાથે મજાકના મૂડમાં આવી ગયા. મેનેજર સાહેબે સમોસાવાળાને કહ્યું: "યાર શાહિદ! તમારી દુકાન તમે ખૂબ સારી રીતે સેટ કરી છે, પણ શુ...