મુહક્કક મસાલા

પડોશીના શું-શું હક (અધિકારો) છે?

એક પડોશીના બીજા પડોશી પર ઘણા બધા હક છે. હદીસ-એ-શરીફમાં છે કે સારો પડોશી નેક-બખ્તી (ખુશનસીબી) ની નિશાની છે. પડોશીનો હક એ છે કે: (1) તેની સાથે હુસ્ન-એ-સુલૂક (સારો વ્યવહાર) કરવામાં આવે, (2) તેને તકલીફ ન પહોંચાડવામાં આવે, (3) સમયાંતરે તેને હદિયા (ભેટ) મોકલવામાં આવે, (4) જો તે હદિયા આપે તો તેને હકીર (તુચ્છ) ન સમજવામાં આવે; બલ્કે ખુશદિલીથી સ્વીકારી લેવામાં આવે, (5) તમારા પડોશી માટે તે જ પસંદ કરો જે તમે તમારા પોતાના માટે પસંદ કરો છો, (8) પડોશીઓની નાની-મોટી ભૂલો અને તકલીફોને નજરઅંદાજ કરી દેવામાં આવે, વગેરે. (કિતાબુન નવાઝિલ/ખંડ: 15/પૃષ્ઠ: 184)

હઝરત ઉમર (રઝિયલ્લાહુ અન્હુ) ના દરબારનો એક કિસ્સો / સંતાનોના અધિકારો
લેખો

હઝરત ઉમર (રઝિયલ્લાહુ અન્હુ) ના દરબારનો એક કિસ્સો / સંતાનોના અધિકારો

હઝરત ઉમર (રઝિયલ્લાહુ અન્હુ) ના દરબારમાં એક પિતાએ પોતાના પુત્ર વિરુદ્ધ દાવો (ફરિયાદ) કર્યો કે, "આ મારા અધિકારો (હક) અદા કરતો નથી!" હઝરત ઉમર (રઝિયલ્લાહુ અન્હુ) એ છોકરાને પૂછ્યું, તો તેણે કહ્યું, "હે અમીરૂલ મોમિનીન! શું પિતાનો જ બધો હક સંતાન પર છે કે સંતાનનો પણ પિતા પર કોઈ હક છે?" હઝરત ઉમર (રઝિયલ્લા...