મુહક્કક મસાલા

રેલ, કશ્તી (હોડી), સમુદ્રી જહાજ અને હવાઈ જહાજ જેવી સવારીઓમાં ફર્ઝ અથવા નફલ નમાઝ પઢતી વખતે કિબલા તરફ મોઢું કરવું જરૂરી છે. કેટલાક ના-વાકિફ (અજાણ) લોકો કોઈપણ ઉઝ્ર (મજબૂરી) વિના રેલ વગેરેની મુસાફરીમાં કિબલાનું ધ્યાન રાખ્યા વિના જ્યાં ઈચ્છે છે પોતાની સગવડ (સહૂલત) મુજબ નમાઝ પઢી લે છે, આ જાયઝ નથી. (પુસ્તક: કિતાબ-ઉન-નવાઝિલ / ભાગ: 3 / પૃષ્ઠ: 440)

તમારું સ્થાન અને અલ્લાહની મરજી
લેખો

તમારું સ્થાન અને અલ્લાહની મરજી

કોઈ બુઝુર્ગે (જ્ઞાની પુરુષે) શું ખૂબ જ સરસ ફરમાવ્યું છે: જો તમે એ જાણવા માંગતા હોવ કે અલ્લાહની નજીક તમારું સ્થાન શું છે, તો જુઓ કે તે તમને કયા કામમાં વ્યસ્ત રાખે છે: જો તે તમને પોતાના ઝિક્ર (સ્મરણ)માં વ્યસ્ત રાખે, તો જાણી લો કે તે તમને યાદ રાખવા માંગે છે. જો તમને કુરાનમાં વ્યસ્ત કરે, તો...