મુહક્કક મસાલા

વાળ કે નખ સળગાવવા અથવા વેચવા

નખ કે વાળ વગેરેને સળગાવવા અથવા એવી જગ્યાએ જ્યાં તેમનું અપમાન અને અનાદર થાય, દાખલા તરીકે શૌચાલય (બૈતુલ ખલા) વગેરેમાં નાખવા અથવા વેચવા જાયઝ નથી, કારણ કે વાળ અને નખ માનવ અંગોનો ભાગ છે અને મનુષ્યનો દરેક ભાગ આદરણીય અને સમ્માનિત છે, તેથી વાળ અને નખને દફનાવી દેવા જોઈએ. (અહમ મસાઈલ/ભાગ:૨/પાના:૨૧૧)

આ પરિસ્થિતિઓ કેમ બદલાતી નથી?
લેખો

આ પરિસ્થિતિઓ કેમ બદલાતી નથી?

મુહી-ઉસ-સુન્નત હઝરત શાહ અબરાર-ઉલ-હક પાસે કેટલાક લોકોએ ફરિયાદ કરી કે મુસ્લિમોની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધતી જ જઈ રહી છે, ખાનકાહો અને મદ્રેસાઓમાં દુઆઓનું ખૂબ જ આયોજન થઈ રહ્યું છે, અલ્લાહવાળાઓ સતત અલ્લાહની સમક્ષ દુઆઓ કરી રહ્યા છે, પરંતુ મુસ્લિમોની મુશ્કેલીઓ વધતી જ જાય છે અને પરિસ્થિતિ બદથી બદતર થતી જાય...