હદીસ અલ-રસૂલ ﷺ

حَدَّثَنَا أَنَسُ بْنُ مَالِكٍ أَنَّ نَبِيَّ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ لَا تَزَالُ جَهَنَّمُ تَقُولُ هَلْ مِنْ مَزِيدٍ حَتَّى يَضَعَ فِيهَا رَبُّ الْعِزَّةِ تَبَارَكَ وَتَعَالَى قَدَمَهُ فَتَقُولُ قَطْ قَطْ وَعِزَّتِكَ وَيُزْوَى بَعْضُهَا إِلَى بَعْضٍ(مسلم شریف:٢٨٤٨)
અનુવાદ
હઝરત અનસ બિન માલિક (રઝિયલ્લાહુ તઆલા અન્હુ) બયાન ફરમાવે છે કે અલ્લાહના નબી (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ઇરશાદ ફરમાવ્યું: "દોઝખ સતત આ જ કહેતી રહેશે: 'હલ મિન મઝીદ' એટલે કે શું કંઈ વધારે પણ છે? ત્યાં સુધી કે જ્યારે અલ્લાહ તઆલા (પોતાની શાનને છાજે તે રીતે) તેમાં પોતાનો કદમ રાખશે તો પછી દોઝખ કહેશે: 'તારી ઇઝ્ઝતના સોગંદ! બસ, બસ.' અને તેનો એક ભાગ સંકોચાઈને બીજા ભાગ સાથે મળી જશે." (તફહીમ-ઉલ-મુસ્લિમ/જિલ્દ:૩/પાનું:૧૦૮૪)
હુઝૂર ﷺ નું પોતાના સાથીઓ સાથેનું વર્તન
લેખો

હુઝૂર ﷺ નું પોતાના સાથીઓ સાથેનું વર્તન

હઝરત હુસૈન બિન અલી (રઝિયલ્લાહુ અન્હુમા) ફરમાવે છે કે મેં અબ્બા જાન સૈયદુના અલી (રઝિયલ્લાહુ અન્હુ) ને પૂછ્યું કે હુઝૂર ﷺ પોતાના હમ-નશીનો (સાથીઓ) સાથે કેવી રીતે રહેતા હતા? આપ રઝિયલ્લાહુ અન્હુએ ફરમાવ્યું: "આપ ﷺ ખંદા-રૂ (હસમુખા), ખુશ-અખ્લાક (સદાચારી) અને નર્મ સ્વભાવના હતા. બદ-અખ્લાક્રી, કડક મિજાજ, અવાજ...