ઉમ્મુલ મોમિનીન હઝરત આઇશા રદિયલ્લાહુ અન્હાએ બયાન કર્યું કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનો બિસ્તર (તોશક) ચામડાનો હતો અને તેમાં ખજૂરની છાલ ભરેલી હતી. (નસ્રુલ બારી)
અલ્લામા બદ્રુદ્દીન બિન શિબલી પોતાના પ્રખ્યાત પુસ્તક "આકામુલ મુર્જાન ફી અહકામિલ જાન" માં નકલ કરે છે કે શૈતાન લઈન (લાનતી શૈતાન) ના માણસને નુકસાન પહોંચાડવાના ૬ દરજ્જા (તબક્કા) છે:
(૧) પ્રથમ તબક્કામાં તે માણસને કુફ્ર અને શિર્ક (નાસ્તિકતા અને અલ્લાહની સાથે ભાગીદારી) માં સંડોવવાની મહેનત કરે છે, જો આમાં...