હદીસ અલ-રસૂલ ﷺ

قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : إِنَّ مِنْ أَكْبَرِ الْكَبَائِرِ أَنْ يَلْعَنَ الرَّجُلُ وَالِدَيْهِ قِيلَ ، يَا رَسُولَ اللَّهِ ، وَكَيْفَ يَلْعَنُ الرَّجُلُ وَالِدَيْهِ ؟ قَالَ : يَسُبُّ الرَّجُلُ أَبَا الرَّجُلِ فَيَسُبُّ أَبَاهُ وَيَسُبُّ أُمَّهُ فيَسُبُّ أُمَّه (کتاب: بُخاری شریف کتاب الادب حدیث نمبر: ۵۹۷۳)
અનુવાદ
નબી (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ફરમાવ્યું: "મોટા કબીરા ગુનાહોમાંથી આ વાત છે કે આદમી પોતાના માં-બાપ પર લઅનત મોકલે." સહાબાએ પૂછયું: "યા રસૂલલ્લાહ! કોઈ પોતાના માં-બાપ પર લઅનત કેવી રીતે મોકલી શકે?" આપે ફરમાવ્યું: "બીજા આદમીના બાપને ગાળી આપે, પછી તે તેના બાપને ગાળી આપે, અને બીજાની માંને ગાળી આપે, પછી તે તેની માંને ગાળી આપે. (આ રીતે આદમી સબબ બનીને પોતાના વાલિદૈનને ગાળીઓ અપાવે છે, પછી ગોયા તેણે ખુદ પોતાના વાલિદૈનને ગાળીઓ આપી.)" (કિતાબ: તોહફત-ઉલ-કારી; જિલ્દ: ૧૧; પાનું: ૫૦)
હઝરત ઇબ્રાહીમ બિન અધહમ (રહ.) ની છ અમૂલ્ય નસીહતો
લેખો

હઝરત ઇબ્રાહીમ બિન અધહમ (રહ.) ની છ અમૂલ્ય નસીહતો

એક વ્યક્તિ આપની પાસે આવ્યો અને વિનંતી કરી કે કંઈક નસીહત ફરમાવો. આપે ફરમાવ્યું, "છ (6) વાતો જણાવું છું, તેના પર અમલ કરો, પછી ગમે તે કરશો તો નુકસાન નહીં પહોંચે." આપે તે છ વાતોની સ્પષ્ટતા આ રીતે કરી: 1. જ્યારે ગુનાહ કરો ત્યારે તેની (અલ્લાહ પાકની) નેમત ન ખાઓ. દુનિયામાં જે કંઈ પણ છે તે તેની જ નેમત છે;...