હઝરત નોમાન બિન બશીર (રઝિ.) થી સાંભળ્યું તેઓ ફરમાવતા હતા કે આંહઝરત (ﷺ) એ ઇરશાદ ફરમાવ્યું તમે લોકો પોતાની ઔલાદની વચ્ચે સમાનતા કાયમ કર્યા કરો અને પોતાના છોકરાઓમાં સમાનતા રાખ્યા કરો. (અબુ દાઉદ મુતરજમ/ભાગ: 3)
આહ! કોઈ નથી, બધા ગુમરાહ (ભટકી) થઈ ગયા; બધા નકામા નીકળ્યા, બધા ગફલતમાં ડૂબી ગયા, બધા પર મોતની ઊંઘ છવાઈ ગયા; બધાએ એક જ સરખી હલાકત (વિનાશ) નો ઘૂંટડો પી લીધો, બધા એક જ પ્રકારની તબાહીઓ પર તૂટી પડ્યા; બધાએ ખુદાને છોડી દીધો, બધાએ તેની મહોબ્બતથી મોઢું ફેરવી લીધું, બધાએ તેના સંબંધને કલંકિત કરી દીધો; બધા પારક...