હઝરત ઇબ્ને ઉમર (રદિ.) થી રિવાયત છે કે નબી કરીમ (ﷺ) એ ઇરશાદ ફરમાવ્યો કે કરાર તોડનાર વ્યક્તિ માટે કયામતના દિવસે એક ઝંડો રોપવામાં આવશે અને તેને કહેવામાં આવશે કે આ ફલાણા બિન ફલાણાનો કરાર ભંગ છે (જેથી તમામ લોકો તેની બદનામી જુએ). (સુનન અબુ દાઉદ અનુવાદિત/જિ: ૨)
નબી કરીમ ﷺ પતિ (શૌહર) તરીકે:
નબી કરીમ ﷺ પોતાના પરિવારના સભ્યો સાથે ખૂબ જ પ્રેમપૂર્વક વર્તતા હતા. આપે ફરમાવ્યું: "હું તમારામાંથી મારા પરિવાર માટે સૌથી ઉત્તમ છું." એકવાર આપ પોતાના ઘરે પધાર્યા, તે સમયે સૈયદા આયશા (રઝિયલ્લાહુ અન્હા) પ્યાલામાં પાણી પી રહ્યા હતા... આપે દૂરથી ફરમાવ્યું, "હુમૈરા! મારા માટે...