عَنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرٍو، أَنَّ رَجُلاً، سَأَلَ النَّبِيَّ صلى الله عليه وسلم أَىُّ الإِسْلاَمِ خَيْرٌ قَالَ " تُطْعِمُ الطَّعَامَ، وَتَقْرَأُ السَّلاَمَ عَلَى مَنْ عَرَفْتَ، وَعَلَى مَنْ لَمْ تَعْرِفْ "(بُخاری شریف : ۶۲۳۶)
અનુવાદ
એક વ્યક્તિએ પૂછ્યું: કયો ઇસ્લામ એટલે કે ઇસ્લામી અમલ બહેતર છે? નબી (ﷺ) એ ફરમાવ્યું: તમે (ગરીબોને) ખાવાનું ખવડાવો, અને સલામ કરો ભલે ઓળખાણ હોય કે ન હોય. (તુહફત-ઉલ-કારી)
હઝરત અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર (રઝીઅલ્લાહુ અન્હુ) એક વાર સફર પર જઈ રહ્યા હતા, સંભવતઃ હજ અથવા ઉમરાહની સફર હતી. પ્રતિષ્ઠિત આરબોની આદત મુજબ, તમે સફર પર જતી વખતે સવારીના ઊંટની સાથે એક ખચ્ચર જેવો ગધેડો પણ લઈ ગયા (આરબોના ગધેડા આપણા ત્યાંના ગધેડા જેવા નથી હોતા, પરંતુ આપણા ત્યાંના ખચ્ચરોના લક્ષણો ધરાવતા હોય છે)....