હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ سَمُرَةَ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ النَّبِيَّ ﷺ قَالَ: " اِلْبَسُوْا الثِّيَابَ البِيَضَ، فَإِنَّهَا أَطْهَرُ وَ أَطْيَبُ، وَ كَفِّنُوا فِيهَا مَوْتَاكُمُ . " (رواه أحمد والترمذي والنسائي وابن ماجه، مشكوة: ٣٧٤ / كتاب اللباس / الفصل الثاني)
અનુવાદ
હઝરત સમુરા (રદિ.) થી રિવાયત છે કે રહમતે આલમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ ઇરશાદ ફરમાવ્યો: "સફેદ કપડાં પહેર્યા કરો, કેમ કે તે સફાઈ અને પાકીઝગીના એતબારથી બહેતર હોય છે, અને તેમાં જ પોતાના મૃતકોને કફન પહેરાવ્યા કરો."
માખીના સર્જન પાછળનું રહસ્ય (હિકમત)
લેખો

માખીના સર્જન પાછળનું રહસ્ય (હિકમત)

ખુરાસાનનો રાજા શિકાર રમીને પાછો આવ્યા પછી સિંહાસન પર બેઠો હતો, થાકને કારણે તેની આંખો ઘેરાઈ રહી હતી. રાજાની પાસે એક ગુલામ હાથ જોડીને અદબ (આદર) સાથે ઊભો હતો. રાજાને ખૂબ જ ઊંઘ આવી રહી હતી, પણ જ્યારે પણ તેની આંખો બંધ થતી, ત્યારે એક માખી આવીને તેના નાક પર બેસી જતી હતી. ઊંઘ અને બેધ્યાનપણાને કારણે રાજા ગુસ...