હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ عَبْدِ اللَّهِ بْنِ أَبِي قَيْسٍ قَالَ سَأَلْتُ عَائِشَةَ كَيْفَ كَانَ نَوْمُ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي الْجَنَابَةِ أَيَغْتَسِلُ قَبْلَ أَنْ يَنَامَ أَوْ يَنَامُ قَبْلَ أَنْ يَغْتَسِلَ قَالَتْ كُلُّ ذَلِكَ قَدْ كَانَ يَفْعَلُ رُبَّمَا اغْتَسَلَ فَنَامَ وَرُبَّمَا تَوَضَّأَ فَنَامَ(نسائی: ۴۰۴)
અનુવાદ
હઝરત અબ્દુલ્લાહ બિન અબૂ કૈસ (રઝિયલ્લાહુ અન્હુ) થી રિવાયત છે, તેમણે કહ્યું: મેં હઝરત આયશા (રઝિયલ્લાહુ અન્હા) થી પૂછ્યું કે અલ્લાહના રસૂલ (ﷺ) જનાબતની હાલતમાં કેવી રીતે સૂતા હતા? શું સૂતા પહેલા ગુસ્લ ફરમાવતા હતા કે ગુસ્લ પહેલા સૂઈ જતા હતા? તેમણે ફરમાવ્યું: આપ (ﷺ) બંને રીતે કરી લેતા હતા. ક્યારેક ગુસ્લ ફરમાવીને સૂતા અને ક્યારેક ફક્ત વુઝૂ કરીને સૂઈ જતા.
ઈમાન કેટલી મોટી નેમત છે
લેખો

ઈમાન કેટલી મોટી નેમત છે

હઝરત મૌલાના પીર ઝુલ્ફીકાર અહમદ નક્ષબંદીએ એક કિસ્સો સંભળાવ્યો કે 1994માં જ્યારે સમરકંદ જવાની તક મળી, ત્યારે જામિયા મસ્જિદ સમરકંદમાં જુમાનો ખુતબો (પ્રવચન) આપ્યો. જુમાની નમાઝ પછી કેટલાક યુવાનો મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, "હઝરત! તમે અમારા ઘરે પધારો, અમારા માતાજી તમને મળવા માંગે છે." મેં માફી માંગત...