હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ عُثْمَانَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: خَيْرُكُمْ من تعلم الْقُرْآن وَعلمه رَوَاهُ البُخَارِيّ(مشکوٰۃ: ۲۱۰۹)
અનુવાદ
હઝરત ઉસ્માન (રદિ.) બયાન કરે છે, રસૂલુલ્લાહ (ﷺ) એ ફરમાવ્યું: "તમારામાંથી શ્રેષ્ઠ વ્યક્તિ તે છે જેણે કુરઆન શીખ્યું અને (બીજાઓને) શીખવાડ્યું."
અમે તો સોની હતા, લોકોએ અમને લુહાર સમજી લીધા
લેખો

અમે તો સોની હતા, લોકોએ અમને લુહાર સમજી લીધા

એક વખત હું શેખ હઝરત મૌલાના મસીહઉલ્લાહ ખાન સાહેબ રહમતુલ્લાહ અલયહની પાસે બેઠો હતો અને તે સમયે ત્યાં બીજું કોઈ ન હતું, માત્ર હું જ હતો. એટલામાં એક માણસ આવ્યો અને હઝરત પાસે તાવીજ માંગવા લાગ્યો. હઝરતે કહ્યું કે હું તાવીજ નથી આપતો. જાઓ ભાઈ જાન પાસેથી લઈ લો! (ભાઈ જાન એટલે હઝરતના દીકરા, જેમને વિદ્યાર્થીઓ અન...