હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ، قَالَ : مَنْ قَامَ لَيْلَةَ الْقَدْرِ إِيمَانًا وَاحْتِسَابًا ، غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ ، وَمَنْ صَامَ رَمَضَانَ إِيمَانًا وَاحْتِسَابًا ، غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ (بُخاری شریف:۱۹۰۱)
અનુવાદ
હઝરત અબુ હુરૈરા (રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ (ﷺ) એ ફરમાવ્યું: જે કોઈ શબે કદ્રમાં ઈમાન સાથે અને સવાબ મેળવવાની નિયતથી ઇબાદતમાં ઊભો રહે, તેના તમામ અગાઉના ગુનાહ માફ કરી દેવામાં આવશે, અને જેણે રમઝાનના રોઝા ઈમાન સાથે અને સવાબની નિયતથી રાખ્યા, તેના અગાઉના તમામ ગુનાહ માફ કરી દેવામાં આવશે.
અશ્લીલતાને નાબૂદ કરવા માટે ઇસ્લામી શરીઅતની મજબૂત વ્યવસ્થા
લેખો

અશ્લીલતાને નાબૂદ કરવા માટે ઇસ્લામી શરીઅતની મજબૂત વ્યવસ્થા

શરીઅતે ઇસ્લામિયાએ દુનિયામાંથી ફહ્હાશી (અશ્લીલતા/બેહયાઈ) ને નાબૂદ કરવા માટે જે મજબૂત વ્યવસ્થાઓ ફર્માવી છે, જો તેનો સારાંશ કાઢવામાં આવે તો ક્રમશઃ નીચે મુજબના શીર્ષકોમાં તેને સમાવી શકાય છે: (૧) કુર્આન અને હદીસમાં વાઅદ અને વઈદ (પુરસ્કાર અને સજાની ચેતવણી) દ્વારા અશ્લીલતા વિરુદ્ધ માનસિકતા કેળવવી. (૨...