હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي هُرَيْرَةَ، قَالَ: نَهَى رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ بَيْعِ الْحَصَاةِ، وَعَنْ بَيْعِ الْغَرَرِ(مسلم : ۱۵۱۳)
અનુવાદ
હઝરત અબૂ હુરૈરા રદિયલ્લાહુ અન્હુથી રિવાયત છે, તેમણે કહ્યું: રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ કાંકરા ફેંકીને બૈઅ (વેચાણ) કરવા અને ધોખાવાળી બૈઅથી મનાઈ ફરમાવી છે.
આ પરિસ્થિતિઓ કેમ બદલાતી નથી?
લેખો

આ પરિસ્થિતિઓ કેમ બદલાતી નથી?

મુહી-ઉસ-સુન્નત હઝરત શાહ અબરાર-ઉલ-હક પાસે કેટલાક લોકોએ ફરિયાદ કરી કે મુસ્લિમોની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધતી જ જઈ રહી છે, ખાનકાહો અને મદ્રેસાઓમાં દુઆઓનું ખૂબ જ આયોજન થઈ રહ્યું છે, અલ્લાહવાળાઓ સતત અલ્લાહની સમક્ષ દુઆઓ કરી રહ્યા છે, પરંતુ મુસ્લિમોની મુશ્કેલીઓ વધતી જ જાય છે અને પરિસ્થિતિ બદથી બદતર થતી જાય...