હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي شُرَيْحٍ ، أَنّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ : وَاللَّهِ لَا يُؤْمِنُ وَاللَّهِ لَا يُؤْمِنُ وَاللَّهِ لَا يُؤْمِنُ قِيلَ : وَمَنْ يَا رَسُولَ اللَّهِ ؟ قَالَ : الَّذِي لَا يَأْمَنُ جَارُهُ بَوَايِقَهُ(بُخاری شریف:۶۰۱۶)
અનુવાદ
હઝરત અબૂ શુરૈહથી રિવાયત છે કે નબી અકરમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ એ ફરમાવ્યું: "અલ્લાહના સોગંદ! તે મુસલમાન નથી, અલ્લાહના સોગંદ! તે મુસલમાન નથી, અલ્લાહના સોગંદ! તે મુસલમાન નથી." અરઝ કરવામાં આવી: "કોણ, હે અલ્લાહના રસૂલ?" આપે ફરમાવ્યું: "તે વ્યક્તિ જેના પડોશી તેના ઉપદ્રવ (અડચણ/નુકસાન) થી સુરક્ષિત ન રહે." (નસ્રુલ બારી)
નબુવ્વતની હકીકત: મૌલાના શમસુલ હક અફઘાનીનો સચોટ જવાબ
લેખો

નબુવ્વતની હકીકત: મૌલાના શમસુલ હક અફઘાનીનો સચોટ જવાબ

મૌલાના શમસુલ હક અફઘાની (રહમતુલ્લાહ અલૈહ) ને એક કાદિયાની જજે પૂછ્યું: "નબુવ્વત (પયગંબરપદ) શું વસ્તુ છે?" મૌલાના શમસુલ હક અફઘાની ફરમાવવા લાગ્યા: "નબુવ્વત એક આલા (સર્વોચ્ચ) હોદ્દો છે, અલ્લાહ જલ્લ શાનુહૂ જેને ચાહે તેને આપી દે છે." કાદિયાની બોલ્યો: "જ્યારે આટલો સારો હોદ્દો છે, તો તેને આમ (બધા મા...