الٓرٰ۔ كِتٰبٌ اَنْزَلْنٰهُ اِلَیْكَ لِتُخْرِجَ النَّاسَ مِنَ الظُّلُمٰتِ اِلَى النُّوْرِ بِاِذْنِ رَبِّهِمْ اِلٰى صِرَاطِ الْعَزِیْزِ الْحَمِیْدِۙ(۱)(سورۃ ابراہیم)
અનુવાદ
અલિફ-લામ-રા. (હે પૈગંબર) આ એક કિતાબ છે જે અમે તમારા પર નાઝિલ કરી છે, જેથી તમે લોકોને તેમના પરવરદિગારના હુકમથી અંધારાઓમાંથી કાઢીને રોશનીમાં લઈ આવો, એટલે કે તે ઝાતના રસ્તા તરફ જેનો ઇક્તિદાર બધા પર ગાલિબ છે, (અને) જે દરેક તારીફનો મુસ્તહિક છે.(૧)(આસાન તર્જુમા-તુલ-કુરઆન)