یٰۤاَیُّهَا الْاِنْسَانُ اِنَّكَ كَادِحٌ اِلٰى رَبِّكَ كَدْحًا فَمُلٰقِیْهِۚ(۶)(سورۃ الانشقاق)
અનુવાદ
હે ઇન્સાન ! તું પોતાના પરવરદિગાર પાસે પહોંચવા સુધી સતત કોઈને કોઈ મહેનતમાં લાગેલો રહેશે, ત્યાં સુધી કે તેને જઈ મળશે.(૬)(આસાન તર્જુમા-તુલ-કુરઆન)
એટલે કે : ઇન્સાનની પૂરી જિંદગી કોઈ ને કોઈ કોશિશમાં ખર્ચ થાય છે. જે નેક લોકો છે, તેઓ અલ્લાહ તઆલાના અહકામની તામીલમાં મહેનત કરે છે, અને જે દુનિયા પરસ્ત છે, તેઓ ફક્ત દુનિયામાં મહેનત કરે છે, અને જે દુનિયા પરસ્ત છે, તેઓ ફક્ત દુનિયાના ફાયદા મેળવવા માટે મહેનત કરતા રહે છે, ત્યાં સુધી કે દરેક ઇન્સાનનો આખરી અંજામ એ હોય છે કે તે મહેનત કરતો કરતો અલ્લાહ તઆલા પાસે પહોંચી જાય છે.(આસાન તર્જુમા-તુલ-કુરઆન)