لَقَدْ حَقَّ الْقَوْلُ عَلٰۤى اَكْثَرِهِمْ فَهُمْ لَا یُؤْمِنُوْنَ(۷)(سورۃ یٰس)
અનુવાદ
હકીકત એ છે કે તેમાંથી મોટાભાગના લોકોના સંબંધમાં વાત પૂરી થઈ ચૂકી છે. તેથી તેઓ ઈમાન લાવતા નથી.(૭)(આસાન તર્જુમા-તુલ-કુરઆન)
એટલે કે: મતલબ એ છે કે આ લોકોના સંબંધમાં તકદીરમાં જે વાત લખેલી હતી કે આ લોકો ઈમાન નહીં લાવે, તે વાત પૂરી થઈ રહી છે ; પરંતુ આ સ્પષ્ટ રહે કે તકદીરમાં લખેલું હોવાથી એ લાઝિમ નથી આવતું કે તેઓ કુફ્ર કરવા પર મજબૂર થઈ ગયા છે, કારણ કે તકદીરમાં એ લખેલું છે કે અલ્લાહ તઆલા તેમને ઈમાન લાવવાની તક પણ આપશે અને ઈખ્તિયાર પણ આપશે ; પરંતુ આ લોકો પોતાના ઈખ્તિયાર અને પોતાની ખુશીથી ઝિદ્દ પર અડેલા રહેશે અને ઈમાન નહીં લાવે.(આસાન તર્જુમા-તુલ-કુરઆન)