وَ مَا كُنْتُمْ تَسْتَتِرُوْنَ اَنْ یَّشْهَدَ عَلَیْكُمْ سَمْعُكُمْ وَ لَاۤ اَبْصَارُكُمْ وَ لَا جُلُوْدُكُمْ وَ لٰكِنْ ظَنَنْتُمْ اَنَّ اللّٰهَ لَا یَعْلَمُ كَثِیْرًا مِّمَّا تَعْمَلُوْنَ(۲۲)(سورۃ حم السجدہ)
અનુવાદ
અને તમે (ગુનાહ કરતી વખતે) આ વાતથી તો છુપાઈ જ શકતા નહોતા કે તમારા કાન, તમારી આંખો અને તમારી ચામડીઓ તમારી વિરુદ્ધ સાક્ષી (ગવાહી) આપશે, પરંતુ તમારો એવો ખ્યાલ (ગુમાન) હતો કે અલ્લાહને તમારા ઘણા કાર્યોની (આમાલની) જાણ નથી. (૨૨)(આસાન તર્જુમા-તુલ-કુરઆન)
એટલે કે: સહીહ બુખારીની એક હદીસમાં છે કે કેટલાક મૂર્ખ (અહમક) કાફિરો એવું સમજતા હતા કે જો તેઓ કોઈ ગુનાહ છુપાઈને કરશે તો અલ્લાહ તઆલાને તેની જાણ નહીં થાય, તે સમયે તેઓ એવું સમજતા હતા કે આપણા ગુનાહનો કોઈ સાક્ષી (ગવાહ) નથી, અને ન તો (મુઆઝલ્લાહ) અલ્લાહ તઆલાને તેની ખબર પડશે. તેમના વહેમ અને ખ્યાલમાં (ગુમાનમાં) પણ આ વાત નહીં હોય કે અલ્લાહ તઆલા તો દરેક વાતના સાક્ષી છે જ, ખુદ તેમના શરીરના આ અંગો (અઅઝા) પણ તેમની વિરુદ્ધ સાક્ષી બની જશે.(આસાન તર્જુમા-તુલ-કુરઆન)