قُلْ لِّعِبَادِیَ الَّذِیْنَ اٰمَنُوْا یُقِیْمُوا الصَّلٰوةَ وَ یُنْفِقُوْا مِمَّا رَزَقْنٰهُمْ سِرًّا وَّ عَلَانِیَةً مِّنْ قَبْلِ اَنْ یَّاْتِیَ یَوْمٌ لَّا بَیْعٌ فِیْهِ وَ لَا خِلٰلٌ(۳۱)(سورۃ ابراھیم)
અનુવાદ
મારા જે બંદાઓ ઈમાન લાવ્યા છે, તેમને કહી દો કે તેઓ નમાઝ કાયમ કરે, અને અમે તેમને જે રિઝ્ક આપ્યું છે તેમાંથી છૂપી રીતે પણ અને જાહેર રીતે પણ (નેકીના કામોમાં) ખર્ચ કરે (અને આ કામ) તે દિવસના આવતા પહેલાં પહેલાં (કરી લે) જેમાં ન કોઈ ખરીદ-વેચાણ હશે, ન કોઈ દોસ્તી કામ આવશે.(૩૧)(આસાન તર્જુમા-તુલ-કુરઆન)
એટલે કે: આનાથી મુરાદ હિસાબ-કિતાબનો દિવસ છે. તે દિવસે કોઈ વ્યક્તિ પૈસા ખર્ચ કરીને જન્નત ખરીદી શકશે નહીં અને ન તો દોસ્તીના સંબંધોના આધારે પોતાની જાતને અઝાબથી બચાવી શકશે.(આસાન તર્જુમા-તુલ-કુરઆન)