وَ مَنْ كَانَ فِیْ هٰذِهٖۤ اَعْمٰى فَهُوَ فِی الْاٰخِرَةِ اَعْمٰى وَ اَضَلُّ سَبِیْلًا(۷۲)(سورۃ بنی اسرائیل)
અનુવાદ
અને જે શખ્સ દુનિયામાં આંધળો રહ્યો, તે આખિરતમાં પણ આંધળો, બલ્કે રસ્તા પરથી વધુ ભટકેલો રહેશે.(૭૨)(આસાન તર્જુમા-તુલ-કુરઆન)
એટલે કે: અહીં આંધળો હોવાથી મુરાદ એ છે કે તે દુનિયામાં હક જોવાથી વંચિત રહ્યો, જેથી તે આખિરતમાં પણ નજાતનો રસ્તો જોઈ શકશે નહીં.(આસાન તર્જુમા-તુલ-કુરઆન)