اِنَّ الَّذِیْنَ قَالُوْا رَبُّنَا اللّٰهُ ثُمَّ اسْتَقَامُوْا فَلَا خَوْفٌ عَلَیْهِمْ وَ لَا هُمْ یَحْزَنُوْنَۚ(۱۳)اُولٰٓئِكَ اَصْحٰبُ الْجَنَّةِ خٰلِدِیْنَ فِیْهَا جَزَآءًۢ بِمَا كَانُوْا یَعْمَلُوْنَ(۱۴)(سورۃ الاحقاف)
અનુવાદ
ચોક્કસપણે જે લોકોએ આ કહી દીધું છે કે: અમારો પાલનહાર (પરવરદિગાર) અલ્લાહ છે, પછી તેઓ તેના પર સાબિત કદમ (અડગ) રહ્યા તો તેમના પર ન કોઈ ભય (ખૌફ) હાવી થશે અને ન તેઓ શોકગ્રસ્ત (ગમગીન) થશે. (૧૩) તેઓ જન્નત વાળા લોકો છે જેઓ હંમેશા તેમાં રહેશે, આ તે કાર્યોનો (આમાલનો) બદલો હશે જે તેઓ કરતા હતા. (૧૪) (આસાન તરજુમા કુરાન)
એટલે કે: સાબિત કદમ (અડગ) રહેવામાં આ વાત પણ સામેલ છે કે મૃત્યુ સુધી આ ઈમાન પર કાયમ રહે, અને એ પણ કે તેના તકાઝાઓ (આદેશો) મુજબ જીવન વિતાવે. (આસાન તરજુમા કુરાન)