اَیَحْسَبُ الْاِنْسَانُ اَلَّنْ نَّجْمَعَ عِظَامَهٗؕ(۳)بَلٰى قٰدِرِیْنَ عَلٰۤى اَنْ نُّسَوِّیَ بَنَانَهٗ(۴)(سورۃ القیامہ)
અનુવાદ
શું માણસ એવું સમજી રહ્યો છે કે અમે તેની અસ્થિઓ (હાડકાં) ને ભેગા નહીં કરી શકીએ? (૩) કેમ નહીં? જ્યારે કે અમને આના પર પણ કુદરત (શક્તિ) છે કે તેની આંગળીઓના પોર-પોર (ટેરવાં) ને ઠીક-ઠીક બનાવી દઈએ. (૪) (આસાન તરજુમા કુરાન)
સ્પષ્ટીકરણ (વઝાહત): ફરમાવવામાં આવી રહ્યું છે કે: હાડકાં ભેગા કરવા એ તો બહુ મામૂલી વાત છે, અલ્લાહ તઆલા તો માણસની આંગળીઓના એક-એક ટેરવાને ફરીથી ઠીક-ઠીક તેવી જ રીતે બીજી વાર બનાવવા પર સક્ષમ (કાદિર) છે, જેવા તે શરૂઆતમાં હતા. આંગળીઓના ટેરવાઓનો ખાસ કરીને એટલા માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ ટેરવાઓમાં જે ઝીણી-ઝીણી રેખાઓ (ફિંગરપ્રિન્ટ્સ) હોય છે, તે દરેક માણસની બીજા માણસથી અલગ હોય છે, આ જ કારણે દુનિયામાં સહી (હસ્તાક્ષર) ના બદલે અંગૂઠાના નિશાનનો ઉપયોગ કરવામાં આવે છે. આ રેખાઓમાં એટલો ઝીણો-ઝીણો તફાવત હોય છે કે અબજો અને પદ્મો મનુષ્યોની આંગળીઓના આ તફાવતને યાદ રાખીને ફરીથી તેવી જ રેખાઓ બનાવી દેવી અલ્લાહ તઆલા સિવાય બીજા કોઈના માટે શક્ય નથી. (આસાન તરજુમા કુરાન)