اِنَّ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ زَیَّنَّا لَهُمْ اَعْمَالَهُمْ فَهُمْ یَعْمَهُوْنَؕ(۴)(سورۃ النمل)
અનુવાદ
હકીકત એ છે કે જે લોકો આખિરત પર ઈમાન નથી રાખતા, અમે તેમના અમલોને તેમની નજરોમાં ખુશનુમા (આકર્ષક) બનાવી દીધા છે. તેથી તેઓ ભટકતા ફરે છે. (૪) (આસાન તરજુમા કુરાન)
એટલે કે: તેમની હઠ (ઝિદ્દ) ના કારણે તેમને તેમના હાલ પર છોડી દેવામાં આવ્યા છે, જેના પરિણામે તેઓ પોતાના બધા ખરાબ કાર્યોને પણ સારા સમજે છે, અને હિદાયત (માર્ગદર્શન) તરફ આવતા નથી. (આસાન તરજુમા કુરાન)