કુરાનની આયત

اِنَّمَاۤ اَمْوَالُكُمْ وَ اَوْلَادُكُمْ فِتْنَةٌ١ؕ وَ اللّٰهُ عِنْدَهٗۤ اَجْرٌ عَظِیْمٌ(۱۵)(سورۃ التغابن)
અનુવાદ
તમારા માલ અને તમારી ઓલાદ તો તમારા માટે એક અજમાયશ (કસોટી) છે. અને તે અલ્લાહ જ છે જેની પાસે મોટો અજ્ર (બદલો) છે. (૧૫) (આસાન તરજુમા કુરાન) સ્પષ્ટીકરણ (વઝાહત): અજમાયશ એ છે કે માણસ ધન-દોલત અને સંતાનની મહોબ્બતમાં મગ્ન થઈને અલ્લાહ તઆલાના આદેશોથી ગાફિલ (બેધ્યાન) તો નથી થઈ જતો ને, અને જે વ્યક્તિ આવી ગાફલતથી પોતાને બચાવી લે તેના માટે અલ્લાહ તઆલા પાસે મોટો અજ્ર અને પુણ્ય (સવાબ) છે. (આસાન તરજુમા કુરાન)
ગુલામનો આકા (માલિક) ને ડહાપણભર્યો તમાચો
લેખો

ગુલામનો આકા (માલિક) ને ડહાપણભર્યો તમાચો

ઇસ્કેન્દરિયાના યુદ્ધ (જંગ-એ-ઇસ્કન્દરિયા) માં રૂમીઓ એક કિલ્લામાં બંધ હતા અને મુસ્લિમોએ તે કિલ્લાની ઘેરાબંધી કરી રાખી હતી. એક દિવસ રૂમીઓ મેદાનમાં આવ્યા અને સિપહસાલાર (સેનાપતિ) હઝરત અમ્ર બિન અલ-આસ (રઝીઅલ્લાહુ અન્હુ) થોડા સવારોને લઈને તેમની સામે થયા, ઘમસાણ લડાઈ થઈ. મુસ્લિમો રૂમીઓ પર દબાણ લાવતા લાવતા કિલ...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર