یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَ ابْتَغُوْۤا اِلَیْهِ الْوَسِیْلَةَ وَ جَاهِدُوْا فِیْ سَبِیْلِهٖ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ(۳۵)(سورۃ المائدہ)
અનુવાદ
હે ઈમાન વાળાઓ ! અલ્લાહથી ડરો અને તેના સુધી પહોંચવા માટે વસીલો (સાધન) શોધો અને તેના માર્ગમાં જિહાદ કરો, આશા છે કે તમને સફળતા (ફલાહ) પ્રાપ્ત થશે. (૩૫) (આસાન તરજુમા કુરાન)
વસીલાથી અહીં તાત્પર્ય (મુરાદ) દરેક તે નેક અમલ છે જે અલ્લાહ તઆલાની પ્રસન્નતા (ખુશનૂદી) નું સાધન બની શકે અને મતલબ એ છે કે અલ્લાહ તઆલાની નિકટતા (કુર્બ) મેળવવા માટે નેક અમલોને વસીલો બનાવો. (આસાન તરજુમા કુરાન)
જિહાદનો શાબ્દિક અર્થ પ્રયત્ન અને મહેનત કરવાનો છે, કુરાનની પરિભાષા (ઇસ્તિલાહ) માં સામાન્ય રીતે તેનો અર્થ અલ્લાહ તઆલાની પ્રસન્નતા માટે દુશ્મનો સામે લડવાનો થાય છે ; પરંતુ કેટલીકવાર દીન (ધર્મ) પર અમલ કરવા માટે દરેક પ્રકારના પ્રયત્નને પણ જિહાદ કહેવામાં આવે છે, અહીં બંને અર્થ અભિપ્રેત હોઈ શકે છે. (આસાન તરજુમા કુરાન)