وَ مَا هٰذِهِ الْحَیٰوةُ الدُّنْیَاۤ اِلَّا لَهْوٌ وَّ لَعِبٌ وَ اِنَّ الدَّارَ الْاٰخِرَةَ لَهِیَ الْحَیَوَانُ لَوْ كَانُوْا یَعْلَمُوْنَ(۶۴)(سورۃ العنکبوت)
અનુવાદ
અને આ દુનિયાની જીંદગી રમત-ગમત સિવાય કંઈ નથી અને હકીકત એ છે કે આખિરતનું ઘર જ અસલ જીંદગી છે, જો આ લોકો જાણતા હોત. (૬૪) (આસાન તરજુમા કુરાન)
એટલે કે જેવી રીતે રમત-ગમતમાં થોડીવાર તો મજા આવે છે, પરંતુ તે કોઈ ટકાઉ વસ્તુ નથી, થોડીવાર પસાર થયા પછી બધો તમાશો ખતમ થઈ જાય છે, તેવી જ રીતે દુનિયાની લજ્જતો (આનંદો) પણ નાશવંત છે, અને થોડા જ સમયમાં બધું ખતમ થઈ જશે. આનાથી વિપરીત આખિરતની જીંદગી હંમેશા માટે છે, એટલા માટે તેની લજ્જતો અને નેમતો સદાબહાર છે. તેથી અસલ જીંદગી આખિરતની જ જીંદગી છે. (આસાન તરજુમા કુરાન)