وَ مَا خَلَقْنَا السَّمَآءَ وَ الْاَرْضَ وَ مَا بَیْنَهُمَا بَاطِلًا ذٰلِكَ ظَنُّ الَّذِیْنَ كَفَرُوْا فَوَیْلٌ لِّلَّذِیْنَ كَفَرُوْا مِنَ النَّارِ(۲۷)(سورۃ ص)
અનુવાદ
અને અમે આકાશ અને પૃથ્વી અને તેમની વચ્ચે જે વસ્તુઓ છે તેમને નકામી જ પેદા નથી કરી. આ તો તે લોકોની ધારણા છે જેમણે કુફ્ર ઇખ્તિયાર કરી લીધું છે, તેથી તે કાફિરો માટે દોઝખના રૂપમાં મોટી તબાહી છે (૨૭) (આસાન તરજુમા કુરાન)