હે લોકો! તમારી પાસે તમારા પરવરદિગાર તરફથી સ્પષ્ટ દલીલ આવી ચૂકી છે, અને અમે તમારી પાસે એક એવી રોશની મોકલી દીધી છે જે રસ્તાની પૂરેપૂરી સ્પષ્ટતા કરવાવાળી છે (174) (આસાન તર્જુમા-ઉલ-કુરઆન)
ઇમામ જલાલુદ્દીન રૂમી (રહ.) એ લખ્યું છે કે એક માણસ મુસાફરી પર નીકળ્યો. તે એક જંગલમાં ચાલતો રહ્યો અને ખૂબ દૂર ચાલ્યા પછી તેને ભારે થાક લાગ્યો, જેના કારણે તેના પર ઊંઘ હાવી થઈ ગઈ. તેણે વિચાર્યું કે ક્યાંક આરામ કરી લે; પરંતુ જંગલનો રસ્તો હોવાને કારણે તેની હિંમત ન થઈ. તે વિચારવા લાગ્યો, "જંગલના રસ્તામાં ભ...