وَ عَلَى اللّٰهِ قَصْدُ السَّبِیْلِ وَ مِنْهَا جَآئِرٌ وَ لَوْ شَآءَ لَهَدٰىكُمْ اَجْمَعِیْنَ۠(۹)(سورۃ النحل)
અનુવાદ
અને સીધો રસ્તો બતાવવાની જવાબદારી અલ્લાહે લીધી છે, અને ઘણા રસ્તાઓ ત્રાંસા (વાંકાચૂંકા) છે અને જો તે ઇચ્છત તો તમો બધાને સીધા રસ્તા પર પહોંચાડી પણ દેત¹.
મતલબ¹ : આ છે કે જે રીતે અલ્લાહ તઆલાએ ઇન્સાનને દુનિયાના રસ્તાઓ પાર કરવા માટે સવારીઓ પેદા કરી છે, એવી જ રીતે આખિરતની રૂહાની સફર પાર કરવા માટે સીધો રસ્તો બતાવવાની જવાબદારી પણ લીધી છે, કેમકે લોકોએ આ કામ માટે ઘણા ત્રાંસા રસ્તાઓ બનાવી રાખ્યા છે, તેમનાથી બચાવવા માટે અલ્લાહ તઆલા લોકોને સીધો રસ્તો પોતાના પૈગંબરો અને પોતાની કિતાબો દ્વારા બતાવે છે, અલબત્ત તે કોઈને જબરદસ્તી ઉપાડીને આ રસ્તા પર નથી લઈ જતો, જો કે તે ઇચ્છત તો આ પણ કરી શકત; પરંતુ આ દુનિયામાં ઇન્સાન પાસેથી અપેક્ષા (માંગણી) એ છે કે તે અલ્લાહ તઆલાના બતાવેલા રસ્તા પર પોતાની સ્વેચ્છા (ઇખ્તિયાર) થી ચાલે જબરદસ્તી નહીં, એટલા માટે અલ્લાહ તઆલા પોતાના રસુલો દ્વારા રસ્તો બતાવવા પર જ ઇક્તિફા (સંતોષ) કરે છે. (આસાન તરજુમાતુલ કુરાન)