وَ الْاَنْعَامَ خَلَقَهَا، لَكُمْ فِیْهَا دِفْءٌ وَّ مَنَافِعُ وَ مِنْهَا تَاْكُلُوْنَ۪(۵)(سورۃ النحل)
અનુવાદ
અને ચોપગા (જાનવરો) તેણે જ પેદા કર્યા જેમાં તમારા માટે ઠંડીથી બચાવનો સામાન છે³, અને આના સિવાય ઘણા ફાયદાઓ છે, અને તેમાંથી જ તમે ખાઓ પણ છો.
(3) એટલે કે તેમની ચામડીઓમાંથી એવા લિબાસ (કપડાં) બનાવવામાં આવે છે જે ઇન્સાનને ઠંડીથી મહેફૂઝ (સુરક્ષિત) રાખી શકે. (આસાન તરજુમાતુલ કુરાન)