لِلَّـذِيْنَ اسْتَجَابُـوْا لِرَبِّـهِـمُ الْحُسْنٰى ۚ وَالَّـذِيْنَ لَمْ يَسْتَجِيْبُوْا لَـهٝ لَوْ اَنَّ لَـهُـمْ مَّا فِى الْاَرْضِ جَـمِيْعًا وَّمِثْلَـهٝ مَعَهٝ لَافْتَدَوْا بِهٖ ۚ اُولٰٓئِكَ لَـهُـمْ سُوٓءُ الْحِسَابِ وَمَاْوَاهُـمْ جَهَنَّـمُ ۖ وَبِئْسَ الْمِهَادُ(۱۸)(سورۃ الرعد)
અનુવાદ
ભલાઈ એ જ લોકોના હિસ્સામાં છે જેમણે પોતાના રબનું કહેવું માન્યું છે અને જેમણે તેનું કહેવું નથી માન્યું, જો તેમની પાસે દુનિયાભરની બધી જ વસ્તુઓ પણ હશે, બલ્કે એટલી જ બીજી પણ, તો તેઓ (કયામતના દિવસે) પોતાનો જીવ બચાવવા માટે તે બધું જ આપવા માટે તૈયાર થઈ જશે. એ લોકોના હિસ્સામાં ખરાબ રીતે હિસાબ છે, અને તેમનું ઠેકાણું જહન્નમ છે અને તે બહુ ખરાબ ઠેકાણું છે. (આસાન તરજુમાતુલ કુરાન)