અને આ લોકો તમને પૂછે છે કે શું આ (આખિરતનો અઝાબ) ખરેખર સાચું છે? કહી દો કે: મારા પરવરદિગારની કસમ આ બિલકુલ સાચું છે, અને તમે (અલ્લાહને) આજીઝ નથી કરી શકતા. (આસાન તરજુમા અલ-કુરાન)
હઝરત તલ્હા (રઝીઅલ્લાહુ અન્હુ) પોતાના ઇસ્લામ સ્વીકારવાનો (કબૂલ કરવાનો) કિસ્સો વર્ણવતા ફરમાવે છે કે: એક વખત હું બુસરા (بصری) ના બજાર અને મેળામાં હાજર હતો, ત્યાં એક પાદરી પોતાના ચર્ચ (ગિરજાઘર) ના ઉપરના માળે રહેતો હતો. તેણે એક દિવસ મારી સામે લોકોને કહ્યું, "આ બજાર અને મેળાવાળાઓને પૂછો કે શું તેમનામાં કો...