اِنَّ اللّٰهَ لَا یَغْفِرُ اَنْ یُّشْرَكَ بِهٖ وَ یَغْفِرُ مَا دُوْنَ ذٰلِكَ لِمَنْ یَّشَآءُ وَ مَنْ یُّشْرِكْ بِاللّٰهِ فَقَدِ افْتَرٰۤى اِثْمًا عَظِیْمًا(۴۸)(سورۃ النساء)
અનુવાદ
બેશક અલ્લાહ આ વાતને માફ નથી કરતો કે તેની સાથે કોઈને શરીક ઠેરવવામાં આવે, અને આનાથી ઓછી દરેક વાતને જેના માટે ઈચ્છે છે માફ કરી દે છે.¹ અને જે વ્યક્તિ અલ્લાહની સાથે કોઈને શરીક ઠેરવે છે તે એવો બોહતાન બાંધે છે જે બહુ મોટો ગુનાહ છે.
(1) એટલે કે શિર્કથી ઓછા કોઈ ગુનાહને અલ્લાહ તઆલા જ્યારે ઈચ્છે તૌબા વિના પણ માત્ર પોતાના ફઝલ (કૃપા) થી માફ કરી શકે છે; પરંતુ શિર્કની માફી એના વિના શક્ય નથી કે મુશરિક પોતાના શિર્કથી સાચી તૌબા કરીને મોત પહેલાં ઇસ્લામ કબૂલ કરીને તૌહીદ પર ઈમાન લઈ આવે. (આસાન તરજુમાતુલ કુરાન)