કુરાનની આયત

لَعَلَّكَ بَاخِعٌ نَّفْسَكَ اَلَّا یَكُوْنُوْا مُؤْمِنِیْنَ(۳)اِنْ نَّشَاْ نُنَزِّلْ عَلَیْهِمْ مِّنَ السَّمَآءِ اٰیَةً فَظَلَّتْ اَعْنَاقُهُمْ لَهَا خٰضِعِیْنَ(۴)
અનુવાદ
(હે પૈગંબર) કદાચ તમે આ ગમમાં પોતાનો જીવ હલાક કરી રહ્યા છો કે આ લોકો ઈમાન (કેમ) નથી લાવતા. (3) જો અમે ઇચ્છીએ તો તેમના પર આસમાનથી કોઈ એવી નિશાની ઉતારી દઈએ કે તેની આગળ તેમની ગરદનો ઝૂકીને રહી જાય. (4) મતલબ: એ છે કે અલ્લાહ તઆલા માટે આ કંઈ મુશ્કેલ ન હતું કે તેમને ઈમાન લાવવા પર મજબૂર કરી દેતો, પરંતુ આ દુનિયામાં ઇન્સાનને મોકલવાનો મકસદ એ નથી કે તેને જબરદસ્તી મુસલમાન બનાવવામાં આવે. બલ્કે ઇન્સાન પાસેથી માંગ એ છે કે તે કોઈપણ જોર-જબરદસ્તી વગર પોતાની અક્કલનો ઉપયોગ કરીને અને દલીલો પર ગૌર (વિચાર) કરીને ઈમાનનો રસ્તો અપનાવે. આ જ એ આઝમાઈશ (કસોટી) છે જેના માટે તેને દુનિયામાં મોકલવામાં આવ્યો છે. તેથી જો આ લોકો ઈમાન નથી લાવી રહ્યા તો તમારે એટલો સદમો ન કરવો જોઈએ કે પોતાનો જીવ હલકાન કરી લો. (આસાન તરજુમાતુલ કુરાન)
એક માતાનો અતૂટ ઈમાન
લેખો

એક માતાનો અતૂટ ઈમાન

શાયરે ખત્મે નબુવ્વત સૈયદ અમીન ગીલાની (રહમતુલ્લાહ અલૈહ) પોતાના જેલનો કિસ્સો બયાન કરતાં કહે છે: "એક દિવસ જેલનો સિપાહી આવ્યો અને મને કહ્યું કે તમને ઓફિસમાં સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ બોલાવી રહ્યા છે. હું ઓફિસ પહોંચ્યો તો જોયું કે પૂજ્ય માતાજી મારી પત્ની અને દીકરા સલમાન ગીલાની સાથે બેઠા છે, જેની ઉંમર તે...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર