اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِیْنَۙ۔(۲)(سورۃ الفاتحۃ)
અનુવાદ
તમામ તારીફો અલ્લાહની છે જે તમામ જહાનોનો પરવરદિગાર છે. (2) (આસાન તરજુમાતુલ કુરાન)
એટલે કે: જો તમે કોઈ ઈમારતની તારીફ કરો તો હકીકતમાં તે તેના બનાવનારની તારીફ હોય છે, લિહાઝા આ કાયનાતમાં જે કોઈ વસ્તુની તારીફ કરવામાં આવે તે આખરે અલ્લાહ તઆલાની જ તારીફ છે; કારણ કે તે વસ્તુ તેની જ બનાવેલી છે, તમામ જહાનોનો પરવરદિગાર કહીને તે તરફ ઈશારો કરવામાં આવ્યો છે, ઈન્સાનોનું જહાન હોય કે જાનવરોનું, બધાની તખ્લીક અને પરવરિશ અલ્લાહ તઆલાનું જ કામ છે અને આ જહાનોમાં જે કોઈ વસ્તુ તારીફને લાયક છે તે અલ્લાહ તઆલાની તખ્લીક અને શાન-એ-રુબૂબિયતને કારણે છે. (આસાન તરજુમાતુલ કુરાન)