وَ اِنْ تَعُدُّوْا نِعْمَةَ اللّٰهِ لَا تُحْصُوْهَا اِنَّ اللّٰهَ لَغَفُوْرٌ رَّحِیْمٌ(۱۸)(سورۃ النحل)
અનુવાદ
અને જો તમે અલ્લાહની નેઅમતોને ગણવા લાગો, તો તેને ગણી નથી શકતા. હકીકત એ છે કે અલ્લાહ ઘણો બક્ષવાવાળો, મોટો મહેરબાન છે. (૧૮) (આસાન તર્જુમતુલ કુરઆન)
એટલે કે: અલ્લાહ તઆલાની નેઅમતો જ્યારે એટલી વધારે છે કે ગણતરીમાં નથી આવી શકતી તો તેમનો હક તો એ હતો કે માણસ દરેક પળે અલ્લાહ તઆલાનો શુક્ર જ અદા કરતો રહે. પરંતુ અલ્લાહ તઆલા જાણે છે કે આ માણસના બસમાં નથી. એટલા માટે તે પોતાની મગફિરત અને રહમતનો મામલો ફરમાવીને શુક્રની આ ખામીને માફ ફરમાવતો રહે છે. અલબત્ત આ માંગણી જરૂર છે કે તે તેના આદેશો મુજબ જિંદગી ગુજારે અને જાહેર તથા બાતિન દરેક રીતે અલ્લાહ તઆલાનો ફરમાબરદાર રહે. તેના માટે તેણે આ હકીકત નજર સમક્ષ રાખવી જોઈએ કે અલ્લાહ તઆલા તેના દરેક કામને જાણે છે. ભલે તે છુપાઈને કરે કે ખુલ્લમ ખુલ્લા. આથી જ આગલી આયતમાં આ જ હકીકત બયાન કરવામાં આવી છે. (આસાન તર્જુમતુલ કુરઆન)