اِیَّاكَ نَعْبُدُ وَ اِیَّاكَ نَسْتَعِیْنُؕ(۵)(سورۃ الفاتحۃ)
અનુવાદ
(હે અલ્લાહ) અમે તારી જ ઇબાદત કરીએ છીએ અને તારી જ પાસે મદદ માંગીએ છીએ. (૫) (આસાન તર્જુમતુલ કુરઆન)
એટલે કે: અહીંથી બંદાઓને અલ્લાહ તઆલા પાસે દુઆ કરવાની રીત શીખવાડવામાં આવી રહી છે અને તેની સાથે જ એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે અલ્લાહ તઆલા સિવાય કોઈ કોઈપણ પ્રકારની ઇબાદતને લાયક નથી, વળી દરેક કામમાં સાચી મદદ અલ્લાહ તઆલા પાસે જ માંગવી જોઈએ; કેમ કે સાચા અર્થમાં કારસાઝ તેના સિવાય કોઈ નથી, દુનિયાના ઘણા કામોમાં કેટલીક વાર કોઈ માણસ પાસે જે મદદ માંગવામાં આવે છે, તે તેને કારસાઝ સમજીને નહિ; પરંતુ એક દેખીતું કારણ સમજીને માંગવામાં આવે છે. (આસાન તર્જુમતુલ કુરઆન)