وَ لَئِنْ اَخَّرْنَا عَنْهُمُ الْعَذَابَ اِلٰۤى اُمَّةٍ مَّعْدُوْدَةٍ لَّیَقُوْلُنَّ مَا یَحْبِسُهٗ اَلَا یَوْمَ یَاْتِیْهِمْ لَیْسَ مَصْرُوْفًا عَنْهُمْ وَ حَاقَ بِهِمْ مَّا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ۠(۸)(سورۃ ھود)
અનુવાદ
અને જો અમે આ લોકો પરથી કેટલાક સમય માટે અઝાબને મુઅખ્ખર કરી દઈએ તો તેઓ એ જ કહેતા રહેશે કે: આખરે કઈ વસ્તુએ આ (અઝાબ) ને રોકી રાખ્યો છે? અરે જે દિવસે તે અઝાબ આવી જશે તો તે તેમનાથી ટાળ્યો નહીં ટળે, અને જે વસ્તુની આ લોકો મજાક ઉડાવી રહ્યા છે, તે તેમને ચારે બાજુથી ઘેરી લેશે. (૮) (આસાન તર્જુમતુલ કુરઆન)
એટલે કે: આ વાત કહીને તેઓ હકીકતમાં આખિરત અને અઝાબે ઇલાહીની મજાક ઉડાવતા હતા. (આસાન તર્જુમતુલ કુરઆન)