કોણ છે જે અલ્લાહને કરજ આપે? સારું કરજ! જેના પરિણામે અલ્લાહ તેને આપવાવાળા માટે કેટલાય ગણું વધારી દે? અને આવા વ્યક્તિને મોટો ઇજ્જતદાર બદલો મળશે. (આસાન તર્જુમા-ઉલ-કુરઆન)
એક રાજાએ જાહેરાત કરી રાખી હતી કે જે કોઈ પણ સારી અને શાણપણની (હિકમતની) વાત કહેશે, તેને ચારસો દીનાર (સોનાના સિક્કા) આપવામાં આવશે...!!!!
એક દિવસ રાજા પ્રજાની દેખભાળ કરવા નીકળ્યો. તેણે જોયું કે એક નેવું વર્ષની વૃદ્ધ મહિલા જૈતુન (ઓલિવ) ના છોડ વાવી રહી છે. રાજાએ કહ્યું, "તમે પાંચ-દસ વર્ષમાં મૃત્યુ પામશ...