وَ قَالَ الَّذِیْنَ كَفَرُوْا لِرُسُلِهِمْ لَنُخْرِجَنَّكُمْ مِّنْ اَرْضِنَاۤ اَوْ لَتَعُوْدُنَّ فِیْ مِلَّتِنَا فَاَوْحٰۤى اِلَیْهِمْ رَبُّهُمْ لَنُهْلِكَنَّ الظّٰلِمِیْنَۙ(۱۳)وَ لَنُسْكِنَنَّكُمُ الْاَرْضَ مِنْۢ بَعْدِهِمْ ذٰلِكَ لِمَنْ خَافَ مَقَامِیْ وَ خَافَ وَعِیْدِ(۱۴)(سورۃ ابراہیم)
અનુવાદ
અને જે લોકોએ કુફ્ર અપનાવી લીધું હતું, તેઓએ પોતાના પયગંબરોને કહ્યું કે: અમે તમને અમારી સરઝમીનમાંથી કાઢીને જ રહીશું, અથવા તમારે અમારા દીનમાં પાછા ફરવું પડશે. આથી તેમના પરવરદિગારે તેમના તરફ વહી મોકલી કે: યકીન રાખો, અમે આ ઝાલિમોને હલાક કરી દઈશું. (૧૩) અને તેમના પછી ચોક્કસ તમને જમીનમાં વસાવીશું, આ છે તે દરેક વ્યક્તિનો બદલો જે મારા સમક્ષ ઊભા રહેવાનો ખોફ રાખે છે અને મારી વઈદ (ચેતવણી) થી ડરે છે. (૧૪) (આસાન તર્જુમતુલ કુરઆન)