اِنَّ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ زَیَّنَّا لَهُمْ اَعْمَالَهُمْ فَهُمْ یَعْمَهُوْنَؕ(۴)(سورۃ النمل)
અનુવાદ
હકીકત એ છે કે જે લોકો આખિરત પર ઈમાન નથી રાખતા, અમે તેમના અઅમાલને તેમની નજરોમાં ખુશનુમા બનાવી દીધા છે. એટલા માટે તેઓ ભટકતા ફરે છે. (૪) (આસાન તર્જુમતુલ કુરઆન)
એટલે કે: તેમની જીદના કારણે તેમને તેમના હાલ પર છોડી દેવામાં આવ્યા છે જેના પરિણામે તેઓ પોતાના બધા ખરાબ કાર્યોને સારા સમજે છે, અને હિદાયત તરફ નથી આવતા. (આસાન તર્જુમતુલ કુરઆન)