કુરાનની આયત

اَلنَّبِیُّ اَوْلٰى بِالْمُؤْمِنِیْنَ مِنْ اَنْفُسِهِمْ وَ اَزْوَاجُهٗۤ اُمَّهٰتُهُمْ وَ اُولُوا الْاَرْحَامِ بَعْضُهُمْ اَوْلٰى بِبَعْضٍ فِیْ كِتٰبِ اللّٰهِ مِنَ الْمُؤْمِنِیْنَ وَ الْمُهٰجِرِیْنَ اِلَّاۤ اَنْ تَفْعَلُوْۤا اِلٰۤى اَوْلِیٰٓئِكُمْ مَّعْرُوْفًا كَانَ ذٰلِكَ فِی الْكِتٰبِ مَسْطُوْرًا(۶)(سورۃ الاحزاب)
અનુવાદ
ઈમાન વાળાઓ માટે આ નબી તેમની પોતાની જાન કરતાં પણ વધારે નજીક છે, અને તેમની પત્નીઓ તેમની માતાઓ છે. આના સિવાય અલ્લાહના પુસ્તક (કિતાબ) મુજબ લોહીના સગા સંબંધીઓ બીજા મોમિન અને મુહાજીરોના મુકાબલામાં એકબીજા પર (મીરાસ-વારસાના મામલામાં) વધારે હક રાખે છે, સિવાય કે તમે તમારા મિત્રોના હકમાં કોઈ વસીયત કરીને તેમની સાથે કોઈ ભલાઈ કરી લો. આ વાત કિતાબમાં લખેલી છે. (૬) (આસાન તર્જુમતુલ કુરઆન) એટલે કે: અહીં અલ્લાહ તઆલાએ આ હકીકત બયાન ફરમાવી છે કે જો કે હુઝૂર નબી-એ-કરીમ ﷺ તમામ મુસલમાનોને પોતાની જાનથી પણ વધારે અઝીઝ (પ્રિય) છે, અને આપની અઝવાજે મુતહહરાત (પવિત્ર પત્નીઓ)ને બધા મુસલમાનો પોતાની માતા સમજે છે, પરંતુ આ કારણે આનહઝરત ﷺ અને આપની અઝવાજે મુતહહરાતને મીરાસ (વારસા)ના મામલામાં કોઈ મુસલમાનના પોતાના સગા સંબંધીઓ પર ફૌકિયત (પ્રાધાન્ય) હાસિલ નથી થઈ, તેથી જ્યારે કોઈનું અવસાન થાય છે ત્યારે તેની મીરાસ તેના નજીકના સગા સંબંધીઓમાં વહેંચવામાં આવે છે, આનહઝરત ﷺ કે આપની અઝવાજે મુતહહરાતને તેમાંથી કોઈ હિસ્સો આપવામાં આવતો નથી, જો કે દીની દ્રષ્ટિએ આપ અને આપની અઝવાજે મુતહહરાત બીજા સગા સંબંધીઓ કરતાં વધારે હક રાખે છે. જ્યારે આંહઝરત ﷺ અને આપની અઝવાજે મુતહહરાતને તેમના દીની સંબંધ હોવા છતાં મીરાસમાં શરીક કરવામાં આવ્યા નથી, તો દત્તક પુત્ર (મોં બોલ્યા દીકરા)ને માત્ર જીભથી દીકરો કહી દેવાના કારણે મીરાસમાં કેવી રીતે શરીક કરી શકાય? અલબત્ત જો તેમની સાથે ભલાઈ કરવાનો ઈરાદો હોય તો તેમના માટે પોતાના વારસાના ત્રીજા ભાગની મર્યાદા સુધી કોઈ વસીયત કરી શકાય છે. (આસાન તર્જુમતુલ કુરઆન)
હઝરત અબૂ કિલાબાના સબ્ર અને શુક્રનો પ્રેરણાદાયી કિસ્સો
લેખો

હઝરત અબૂ કિલાબાના સબ્ર અને શુક્રનો પ્રેરણાદાયી કિસ્સો

હઝરત અબૂ કિલાબા રહમતુલ્લાહ અલયહિ એક મહાન તાબેઈ અને ખૂબ મોટા મુહદ્દિસ (હદીસના વિદ્વાન) છે. તેઓ હઝરત અનસ રઝિયલ્લાહુ અન્હુના શાગિર્દ (શિષ્ય) છે. આપ બસરામાં રહેતા હતા અને પોતાના સમયના અતંયત સાબિર વ શાકિર (ધૈર્યવાન અને કૃતજ્ઞ) માણસ હતા. ઇતિહાસમાં તેમના સબ્ર અને શુક્રની એક ઘટના મળે છે જે અત્યંત બોધદાયક અન...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર