یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا كُوْنُوْا قَوّٰمِیْنَ لِلّٰهِ شُهَدَآءَ بِالْقِسْطِ وَ لَا یَجْرِمَنَّكُمْ شَنَاٰنُ قَوْمٍ عَلٰۤى اَلَّا تَعْدِلُوْا اِعْدِلُوْا هُوَ اَقْرَبُ لِلتَّقْوٰى وَ اتَّقُوا اللّٰهَ اِنَّ اللّٰهَ خَبِیْرٌۢ بِمَا تَعْمَلُوْنَ(۸)(سورۃ المائدہ)
અનુવાદ
એ ઈમાન વાળાઓ! એવા બની જાઓ કે અલ્લાહ (ના અહકામના પાલન) માટે દરેક વખતે તૈયાર હો (અને) ઇન્સાફની ગવાહી આપવાવાળા હો, અને કોઈ કોમની દુશ્મની તમને એ વાત પર આમાદા (પ્રેરિત) ન કરે કે તમે નાઇન્સાફી કરો. ઇન્સાફથી કામ લો, આ જ રીત તકવા (પરહેઝગારી) થી વધુ નજીક છે. અને અલ્લાહથી ડરતા રહો. અલ્લાહ ચોક્કસપણે તમારા તમામ કાર્યોથી પૂરી રીતે વાકેફ છે. (૮) (આસાન તર્જુમતુલ કુરઆન)