وَ اللّٰهُ خَلَقَكُمْ مِّنْ تُرَابٍ ثُمَّ مِنْ نُّطْفَةٍ ثُمَّ جَعَلَكُمْ اَزْوَاجًا وَ مَا تَحْمِلُ مِنْ اُنْثٰى وَ لَا تَضَعُ اِلَّا بِعِلْمِهٖ وَ مَا یُعَمَّرُ مِنْ مُّعَمَّرٍ وَّ لَا یُنْقَصُ مِنْ عُمُرِهٖۤ اِلَّا فِیْ كِتٰبٍ اِنَّ ذٰلِكَ عَلَى اللّٰهِ یَسِیْرٌ(۱۱)(سورۃ فاطر)
અનુવાદ
અને અલ્લાહે તમને માટીમાંથી પેદા કર્યા, પછી નુત્ફાથી, પછી તમને જોડે-જોડે બનાવી દીધા. અને કોઈ માદાને જે કંઈ હમ્લ થાય છે, અને જે કંઈ તે જણે છે તે બધું અલ્લાહના ઇલ્મથી થાય છે. અને કોઈ ઉંમર-રસીદાને જેટલી ઉંમર આપવામાં આવે છે, અને તેની ઉંમરમાં જે કંઈ કમી થાય છે, તે બધું એક કિતાબમાં દર્જ છે. હકીકત એ છે કે આ બધું અલ્લાહ માટે ખૂબ જ આસાન છે. (૧૧) (આસાન તર્જુમતુલ કુરઆન)