કુરાનની આયત

وَ اَنْكِحُوا الْاَیَامٰى مِنْكُمْ وَ الصّٰلِحِیْنَ مِنْ عِبَادِكُمْ وَ اِمَآئِكُمْ اِنْ یَّكُوْنُوْا فُقَرَآءَ یُغْنِهِمُ اللّٰهُ مِنْ فَضْلِهٖ وَ اللّٰهُ وَاسِعٌ عَلِیْمٌ(۳۲)(سورۃ النور)
અનુવાદ
તમારામાંથી જે (પુરુષો કે સ્ત્રીઓ) ના આ સમયે નિકાહ ન થયા હોય, તેમના પણ નિકાહ કરાવો, અને તમારા ગુલામો તથા બાંદીઓમાંથી જે નિકાહ કરવાને લાયક હોય, તેમના પણ. જો તેઓ તંગદસ્ત (ગરીબ) હશે તો અલ્લાહ પોતાના ફઝલ (કૃપા) થી તેમને બેનિયાઝ (ધનવાન) કરી દેશે. અને અલ્લાહ ખૂબ જ વિશાળતાવાળો છે, બધું જ જાણે છે. (૩૨) (આસાન તર્જુમતુલ કુરઆન) એટલે કે: આ સૂરતમાં જ્યાં બેશરમી અને દુરાચારને રોકવા માટે વિવિધ અહકામ (આદેશો) આપવામાં આવ્યા છે, ત્યાં ઇન્સાનની ફિતરત (સ્વભાવ) માં જે જાતીય ઈચ્છા રહેલી છે, તેને હલાલ રીતે પૂરી કરવાની તરગીબ (પ્રેરણા) પણ આપવામાં આવી છે. તેથી આ આયતમાં એ તલ્કીન (ઉપદેશ) કરવામાં આવી છે કે જે બાલિગ પુરુષ અને સ્ત્રી નિકાહને લાયક હોય, તમામ સંબંધિત લોકોએ એ કોશિશ કરવી જોઈએ કે તેમના નિકાહ થઈ જાય, અને એવો અંદેશો (ડર) ન રાખવો જોઈએ કે જો કે આ સમયે તો સગવડ છે, પરંતુ નિકાહના પરિણામે પત્ની અને બાળકોનો ખર્ચ વધી જવાને કારણે ક્યાંક મુફ્લિસી (ગરીબી) ન આવી જાય. બલ્કે જ્યારે આ સમયે નિકાહની ક્ષમતા હોય તો અલ્લાહ તઆલાના ભરોસા પર નિકાહ કરી લેવા જોઈએ. પાકદામની (પવિત્રતા) ની નિયતથી નિકાહ કરવામાં આવશે તો અલ્લાહ તઆલા આગામી ખર્ચાઓની પણ યોગ્ય વ્યવસ્થા કરી આપશે. અલબત્ત આગલી આયતમાં એવા લોકોનો ઉલ્લેખ છે જેમની પાસે આ સમયે પણ નિકાહની ક્ષમતા નથી, તેમને એ તાકીદ કરવામાં આવી છે કે જ્યાં સુધી અલ્લાહ તઆલા પોતાના ફઝલથી તેમનામાં ક્ષમતા પેદા કરે, ત્યાં સુધી તેઓ પાકદામની સાથે રહે. (આસાન તર્જુમતુલ કુરઆન)
વહદત-એ-દીન ન કે વહદત-એ-અદયાન (દીનની એકતા, ન કે ધર્મોની એકતા)
લેખો

વહદત-એ-દીન ન કે વહદત-એ-અદયાન (દીનની એકતા, ન કે ધર્મોની એકતા)

🖋 મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહમાની - શમ્અ-એ-ફરોઝાં 🕯 અલ્લાહ તઆલાએ દરેક વસ્તુ માટે એક રસ્તો બનાવ્યો છે, તે જ રસ્તાથી તે વસ્તુ મેળવવામાં માણસની ભલાઈ છે અને તે રસ્તાને છોડી દેવામાં તથા પોતાની તરફથી નવા રસ્તા બનાવવામાં માણસની બરબાદી છે. અલ્લાહ તઆલાએ ખોરાકને પેટ સુધી પહોંચાડવા માટે મોંનો રસ્તો રાખ્યો...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર