અને આસમાન તથા જમીનની કોઈ છુપી વસ્તુ એવી નથી જે એક સ્પષ્ટ કિતાબમાં દર્જ (લખાયેલી) ન હોય. (૭૫) (આસાન તર્જુમતુલ કુરઆન)
એટલે કે: આનાથી મુરાદ લવહે મહફૂઝ છે. (આસાન તર્જુમતુલ કુરઆન)
એક માણસ ઘણી રાતો સખત ઠંડીમાં આરામથી સૂતો રહ્યો. એક દિવસ એક વટેમાર્ગુએ ત્યાંથી પસાર થતાં તેને કહ્યું: "હું તારા માટે એક ગરમ રજાઈ લઈ આવીશ"!!
તે વટેમાર્ગુ પોતાની મંઝિલ તરફ ચાલ્યો ગયો અને રજાઈ લાવવાનું વચન ભૂલી ગયો, વૃદ્ધ માણસ તેની રાહ જોતા જોતા ઠંડીથી મરી ગયો. લોકોને તેના શવ પાસે એક લખેલી ચિઠ્ઠી મળી...