મોટી ખરાબી છે માપ-તોલમાં કમી કરવાવાળાઓની (1) જેમની હાલત એ છે કે જ્યારે તેઓ લોકો પાસેથી પોતે કોઈ વસ્તુ માપીને લે છે તો પૂરેપૂરી લે છે, (2) અને જ્યારે તેઓ કોઈને માપીને અથવા તોલીને આપે છે તો ઘટાડીને આપે છે (3). (આસાન તર્જુમા-ઉલ-કુરઆન)
એક વખત એક રાજાએ પોતાના વઝીરને અડધી સલ્તનત (રાજ્ય) આપવાનું કહ્યું, પરંતુ સાથે કેટલીક શરતો પણ મૂકી.
વઝીરે લાલચમાં આવીને શરતો જાણવાની વિનંતી કરી. રાજાએ શરતો ૩ સવાલોના રૂપમાં જણાવી.
સવાલ નંબર (૧): દુનિયાનું સૌથી મોટું સત્ય (સચ્ચાઈ) શું છે?
સવાલ નંબર (૨): દુનિયાનો સૌથી મોટો ધોકો (છેતરપિંડી) શું છે...