وَ لَوْ شَآءَ اللّٰهُ لَجَعَلَهُمْ اُمَّةً وَّاحِدَةً وَّ لٰكِنْ یُّدْخِلُ مَنْ یَّشَآءُ فِیْ رَحْمَتِهٖ وَ الظّٰلِمُوْنَ مَا لَهُمْ مِّنْ وَّلِیٍّ وَّ لَا نَصِیْرٍ(۸)(سورۃ الشوریٰ)
અનુવાદ
અને જો અલ્લાહ ઈચ્છતો તો તે બધાને એક જ જમાત (સમુદાય) બનાવી દેતો, પરંતુ તે જેને ઈચ્છે છે, પોતાની રહમત (દયા) માં દાખલ કરે છે, અને જે ઝાલિમ (અન્યાયી) લોકો છે તેમનો ન તો કોઈ રખેવાળ છે, ન કોઈ મદદગાર. (૮) (આસાન તર્જુમતુલ કુરઆન)
એટલે કે: બધાને જબરદસ્તી મુસલમાન બનાવી દેતો, પરંતુ ઇન્સાનને પેદા કરવાનો અસલ હેતુ જ એ હતો કે લોકો જબરદસ્તીથી નહીં, પણ પોતે પોતાના અખત્યાર (સ્વતંત્ર ઈચ્છા) થી વિચારી-સમજીને હક (સત્ય) સ્વીકારે. આમાં જ તેમની પરીક્ષા છે જેના પર આખિરતનો બદલો (જઝા) અને સજા નક્કી થવાની છે, એટલા માટે અલ્લાહ તઆલાએ કોઈને જબરદસ્તી મુસલમાન બનાવવાનું ન ઈચ્છ્યું. (આસાન તર્જુમતુલ કુરઆન)